ટ્રાન્સફોર્મરમાંથી પતંગ કાઢતા એમજીવીસીએલના કર્મચારીનું કરંટ લાગતા મોત

0
20

વડોદરા,તા.૧૬
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગ કાઢવાની કામગીરી દરમિયાન વીજ કંપનીના કર્મચારીનું વીજ કરંટ લાગતા મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં વિશ્રામ બાગ પાસે આવેલા ૩, અમર એપાર્ટમેન્ટમાં રહેતા અર્જુનભાઇ વસુદેવભાઇ બેલાની(૪૦) એમ.જી.વી.સી.એલ.માં નોકરી કરે છે. સવારે તેઓ માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે ટ્રાન્સફોર્મરમાં ફસાયેલી પતંગો કાઢવાની કામગીરીમાં ગયા હતા. ડી.પી.માં ફસાયેલી પતંગ કાઢી રહ્યા હતા. તે સમયે તેઓને વીજ કરંટ લાગતા પટકાયા હતા. તુરંત જ સાથી કર્મચારીઓ તેઓને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યાં હતા. આ બનાવ અંગે માંજલપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY