ડૉક્ટરની સલાહ વિરૂદ્ધ દવા પીવાથી યુવાન માનસિક બિમારીનો શિકાર બન્યો

0
18

સુરત,તા.૧૭
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ મહારાષ્ટ્રના આકોલામાં રહેતો ૩૦ વર્ષીય યુવક બે વર્ષ પહેલા ખૂબ જ પાતળો હતો અને તેનું વજન માત્ર ૫૨ કિલો હતુ. તે સુંદર દેખાય અને શરીર મજબૂત બને તે માટે ઘર પાસે આવેલા જીમમાં કસરત કરવા જતો હતો. જોકે તેનું પાતળું શરીર હોવાથી માંડ ૩૦ મિનિટ કસરત કરીને હાંફી જતો હતો. જેથી જીમમાં ટ્રેઈનરે યુવકને મેફેંટરમાઇન ઇન્જેક્શન અને હોર્મોન્સના ઇન્જેક્શન લેવાની સલાહ આપી હતી. જેને પગલે યુવાન જ્યાં ૩૦ મિનિટ કસરત કરતો હતો તેની જગ્યાએ ચારથી છ કલાક સુધી કસરત કરતો થયો હતો.
શરૂઆતમાં દિવસમાં એકવાર એક એમએલ ડોઝ ઇન્જેક્ટ કરતો હતો. ત્યારબાદ ધીરેધીરે ડોઝ વધારીને બે એમએલથી લઇ ૨૮ એમએલ સુધીનો લેતો થઈ ગયો હતો. જેના લીધે તેનું વજન ૮૫ કિલો સુધી પહોંચી ગયું હતું. જોકે તેનો ઓવરડોઝ થવાને કારણે યુવકને સાયકો બ્રેઈનડાઉન શરૂ થયું હતું. એટલે કે માનસિક બિમારીમાં ઝપેટમાં આવી ગયો હતો. તેને માથામાં દુખાવો થાય, ગભરામણ થાય, પસીનો થાય, મૃત માણસો દેખાવા લાગ્યા અને કેટલાંક અવાજો સંભળાતા હતા.
ઘણીવાર તેને ઊંઘ પણ આવતી નહોતી ત્યારબાદ તેના પરિવારજનો તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા પણ તેની તબિયતમાં ફરક નહીં પડતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જેથી તેને ત્રણથી ચાર માસ પહેલા નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક રોગ વિભાગની ઓપીડીમાં સારવાર અર્થે લાવ્યા હતા. ત્યાં ડૉક્ટરના કાઉન્સેલિંગ અને દવા આપવાથી તેની તકલીફમાં ઘટાડો થવા લાગ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY