તક્ષશિલા અગ્નિકાંડ પરાગ મુન્શીની જામીન અરજી અંગે સુપ્રીમકોર્ટમાં સુનાવણી

0
26

હાઈકોર્ટે જામીન નકારતા સુપ્રીમમાં અરજી કરાય છે
સુરત, તા.૧૭
સરથાણા તક્ષશિલા આર્કેડ અગ્નિ તાંડવની ઘટનામાં સંકળાયેલા મનપાના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશીના એડવોકેટ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી આજે બપોર પછી હાથ ધરાશે. જાકે, પરાગ મુનશી છેલ્લા છ મહિનાથી લાજપોર જેલમાં છે.
અદાલત સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૨૪મી મેના રોજ સરથાણા તક્ષશિલા આર્કેડની આગની દુર્ઘટનામાં ૨૨થી વધુ વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા હતા. સરથાણા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયા બાદ આ ગુનાની તપાસ કરનાર ડીસીબીના એસીપી આર.આર. સરવૈયાએ તબક્કાવાર એક પછી એક ૧૨ આરોપીઓની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. આ ગુનામાં સંકળાયેલા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર પરાગ મુનશીની સુરત અને હાઈકોર્ટમાં જામીન અરજી રદ થયા બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં એક જામીન અરજી કરી હતી. જેની સુનાવણી આજે બપોર પછી હાથ ધરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY