ફ્લેટ પચાવી પાડી ફ્લેટની માલિક મહિલાને ધમકી
સુરત, તા.૧૭
પાંડેસરા સુખ સાગર રેસીડેન્સી ખાતે આવેલા એક ફ્લેટમાં માલિકની પરવાનગી વગર દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશી અને તેને કહેવા જતા ફ્લેટ માલિકને મારી નાંખવાની ધમકી આપી આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ પાંડેસરા પોલીસ મથકમાં નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉધના આશીર્વાદ ટાઉનશીપ ગેટ ફ્લેટ નં.૨૦૪ ખાતે નેહાબેન નલાવડે રહે છે. ગતરોજ રાત્રિના સુમારે આરોપી મનોજ નિમ્બાલકર પાંડેસરા સુખસાગર રેસીડેન્સી ફ્લેટ નં.ઈ/૪૦૨ને મારેલુ તાળુ તોડી ગૃહપ્રવેશ કર્યો હતો. જાકે, ફરિયાદી નેહાબેનને જાણ થતા તેમણે આરોપીને કહેવા જતા આરોપીએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નેહાબેને પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


