રાહુલ ગાંધીના ભાષણ પછી ગુગલ પર ‘જુમલા’ શબ્દની ધૂમ, કર્ણાટક સૌથી આગળ

0
105

ન્યુ દિલ્હી,તા.૨૦
લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન પક્ષ અને વિપક્ષમાં જોરદાર ચર્ચા જાવા મળી હતી. જોકે બીજી તરફ ગુગલ પર કાંઈક અલગ જ ચાલી રહ્યુ હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કહ્યુ હતું કે થોડાક દિવસો પહેલા એક નવો જુમલા સ્ટ્રાઇક, એમએસપીનો જુમલા સ્ટ્રાઇક થયો છે. પ્રધાનમંત્રીએ આખા દેશમાં ૧૦ હજાર કરોડનો ફાયદો આપ્યો છે જ્યારે કર્ણાટક સરકારે ફક્ત એક પ્રદેશમાં જ ૩૪૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો આપ્યો છે.
રાહુલે કહ્યુ હતું કે આપણે બધા જુમલા સ્ટ્રાઇકના શિકાર છીએ. રાહુલના ભાષણ દરમિયાન જ ‘જુમલા’શબ્દને ગુગલ પર સર્ચ કરવામાં આવી રહ્યુ હતું. આ વિશે સૌથી વધારે કર્ણાટકના લોકોમાં જાણવાની ઇચ્છુકતા હતી કે આ શબ્દનો અર્થ શું થાય છે.
‘જુમલા’હિન્દી/ઉર્દુ શબ્દ છે જે ખોટા વાયદા કરવા માટે કહેવત તરીકે પ્રયોગ કરવામાં આવે છે. આ શબ્દ ગુજરાતીમાં ઘણો સામાન્ય છે. દક્ષિણ ભારતમાં હિન્દી વધારે બોલવામાં આવતી નથી તેથી આ શબ્દનો મતલબ જાણવા પ્રયત્ન કરી રહ્યા હતા. આ શબ્દ સાથે જોડાયેલા સર્ચ ટેગ એ વાતનો ઇશારો કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ જે કહ્યુ હતું તેનો અર્થ શું હતો.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યુ હતું કે પ્રધાનમંત્રી જી એ કહ્યુ હતું કે હું દેશનો ચોકીદાર છું, દેશની ચોકીદારી કરીશ. પણ તે ચોકીદાર નહીં ભાગીદાર છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે આખો દેશ પ્રધાનમંત્રીના ‘જુમલા સ્ટ્રાઇક’થી પરીચિત થઈ ગયો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY