ગાંધીનગર,તા.૨૭
જ્યંતી ભાનુશાળીને સુરત ક્રાઈમે બે વખત સમન્સ પાઠવ્યું છે. પહેલાના સમન્સમાં હાજર ન રહેતા વધુ એક સમન્સ જ્યંતી ભાનુશાળીના ઘરે જઈને પોલીસે પાઠવ્યું હતું. જ્યંતી ભાનુશાળી પર દુષ્કર્મના આરોપ છે. ઉલ્લેખનિય છે કે ફેશન ડિઝાઈનના કોર્સમાં એડમિશનના બહાને જયંતી ભાનુશાળીએ દુષ્કર્મ ગુજાર્યાની પીડિતાની ફરિયાદ બાદ પોલીસે જયંતી ભાનુશાળીને સમન્સ પાઠવ્યું હતું. સીઆરપીસી ૧૬૦ મુજબના સમન્સમાં આરોપી જયંતી ભાનુશાળી સરથાણા પોલીસ સ્ટેશનમાં નિવેદન માટે હાજર રહ્યો નહોતો.
જ્યંતિ ભાનુશાળી દુષ્ક્રર્મ કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ મામલામાં નિવેદન આપવાની ફરડ પડી છે. દુષ્કર્મ કેસનાં આ મામલામાં સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, રાજ્ય સરકાર આ કેસ અંગે ગંભીર છે અને આ કેસની ન્યાયિક તપાસ અને કાર્યવાહી થશે. હાલમાં પોલીસ યોગ્ય તપાસ કરી રહી છે. પીડિતાને ન્યાય મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



