૨૨ વિદ્યાર્થીઓનો ભાગ લેનાર તક્ષશીલાના બન્ને બિલ્ડરોની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી
સુરત, તા. ૨૭
સરથાણા તક્ષશીલા આગ હોનારતમાં ગઈકાલે ધરપકડ કરાયેલી બિલ્ડર હરસુખ કાનજી વેકરિયા જિગ્નેશ સવજી પાઘડાળને આજે બપોર બાદ કોર્ટમાં રજૂ કરાશે. ક્રાઈમ બ્રાન્ચ સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને આરોપીના રિમાન્ડની માગણી કરાશે. ક્રાઈમ બ્રાન્ચની એસીપી સરવૈયા આ કેસની સીધી તપાસ કરી રહ્નાં છે. તક્ષશીલા આર્કેડમાં આગની ઘટનાક્રમ ૨૨ વિદ્યાર્થીના મોત થયા બાદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પો. કમિ. સતીષ શર્માએ આ ઘટનાની તપાસ એસીબી ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નાટા કલાસીસની સંચાલક ભાર્ગવ બુટાણીની ધરપકડ કરી બે દિવસના પોલીસ રિમન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ આરોપી બિલ્ડર જીગ્નેશ પાઘડાળ અને હરસુખ વેકરિયાને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ૧૦ ટીમ બનાવી હતી. સતત તપાસ બાદ ગઈકાલે હરસુખ વેકરિયા અને જિગ્નેશ પાઘડાળની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને આરોપીને બપોર બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.
દમિયાન ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ બિલ્ડિંગને લગતા કાયદેસરના દસ્તાવેજા સુરત મનપા પાસેથી મેળવવાની કામગીરી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



