ન્યુ દિલ્હી,તા.૧૮
ચીનના સંરક્ષણ પ્રધાન અને રાષ્ટ્રીય સંરક્ષણ કમિશનના સભ્ય વેઈ ફેન્ગીની આૅગસ્ટ ૨૧થી ૨૪ સુધીની ભારતની મુલાકાત દરમિયાન બંને પક્ષે લશ્કરી દળો વચ્ચે વ્યૂહાત્મક સંદેશની આપ-લે કરવા ટોચના લશ્ક્રી કમાન્ડરો વચ્ચે હાટ લાઈન નેટવર્ક સ્થાપવાના મુદ્દે ચર્ચા થવાની શકયતા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિન્પિંગ વચ્ચેની ઍપ્રિલની શિખર પરિષદ પછી ચીનના ઉચ્ચ સ્તરના અધિકારીઓ સાથેની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બેઠકમાં બંને દેશના લશ્કરી દળો વચ્ચે વ્યૂહાત્મક સંદેશવ્યવહાર કેળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ચીનના સંરક્ષણ પ્રધાન અને ભારતનાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન તથા અન્ય લશ્કરી અધિકારીઓ વચ્ચે ઉક્ત મુદ્દે વિગતવાર ચર્ચા થશે. હાટ લાઈન નેટવર્ક સ્થાપવાની દરખાસ્ત વિશે વધુ વિચારણા કરવામાં આવશે. અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે અધિકારીઓ ટૅક્નિકલ મતભેદનું નિરાકરણ લાવવાના પ્રયાસ કરશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




