પ્રજા પ્રશ્નોના નિરાકરણમાં ઢીલ કે કચાશ ચલાવી નહીં લેવાઇ – પ્રભારી મંત્રી રમણલાલ પાટકર

0
20

  વિકાસકામો બાબતે સ્થાનિક પ્રજાજનો કે પ્રજા પ્રતિનિધિઓ તરફથી મળતા પ્રશ્નો પરત્વે ખૂબ જ ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરીને, તેનો સમયસર નિકાલ થાય તેવા પ્રયાસો કરવાની સૂચના ડાંગના પ્રભારી મંત્રી શ્રી રમણલાલ પાટકરે અમલીકરણ અધિકારીઓને આપી છે.

અગાઉ પ્રભારી મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના આહવા, વધઇ, અને સુબિર તાલુકા મથકોએ યોજાયેલા સ્થાનિક પ્રશ્નોના નિકાલ બાબતના કાર્યક્રમ હેઠળના બાકી રહેલા પ્રશ્નોના નિકાલની સમીક્ષા હાથ ધરતા મંત્રીશ્રીએ, પ્રભારી મંત્રીશ્રીઓ દ્વારા વિકાસકામોનું સતત મોનિટરિંગ સી.એમ.ડેશબોર્ડના માધ્યમથી થઇ રહ્યું છે. ત્યારે પ્રજાપ્રશ્નો પરત્વે જરા પણ ઉદાસીનતા કે ઢીલ ચલાવી નહીં લેવામાં આવે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.

ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમારે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સ્થાનિક પદાધિકારીઓની જાગૃતિ તથા પ્રજાજનોની જરૂરિયાત ધ્યાને લઇ, કોઇપણ સ્તરે ઢીલ કે કચાશ ચલાવી નહીં લેવામાં આવે તેમ જણાવ્યું હતું. સમયસર કામગીરી શરૂ નહીં કરનારા તથા પ્રશ્ન નિકાલ બાબતે ઉદાસીનતા દાખવનારા અધિકારીઓ સામે શ્રી કુમારે લાલ આંખ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ પડતર પ્રશ્નો બાબતે અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન આપતા સત્તામર્યાદા ઉપરના કામો બાબતે, ઉપલી કક્ષાએથી માર્ગદર્શન મેળવી તેનો સમયબદ્ધ નિકાલ થાય તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું.

બેઠકની કાર્યવાહી સંભાળતા ડાંગના નિવાસી અધિક કલેક્ટર શ્રી ટી.કે.ડામોરે આહવા તાલુકાના ૪૦ પ્રશ્નો સહિત વધઇના ૧ર, અને સુબિર તાલુકાના ૬૬ મળી કુલ-૧૧૮ પડતર પ્રશ્નોની વિગતે સમીક્ષા હાથ ધરી હતી.

કલેક્ટર કચેરીના સભાખંડમાં તાજેતરમાં યોજાયેલી પ્રભારી મંત્રીશ્રીની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમખુ શ્રીમતી બીબીબેન ચૌધરી સહિત ઉપપ્રમુખ શ્રી હરીશ બચ્છાવ, સામાજિક કાર્યકર શ્રી બાબુરાવ ચૌર્યા, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી અગિ્નશ્વર વ્યાસ, અને દેવેન્દ્રકુમાર ત્રિવેદી, પોલીસ અધિક્ષક શ્રીમતી શ્વેતા શ્રીમાળી સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

 

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY