ભાવનગર જિલ્લામાં તા. ૩૧/૧૦/૨૦૧૮ સુધી મતદાર જાગ્રુતિ કેળવણી અભિયાન શરૂ..

0
41

ભારતના ચુંટણી પંચની સ્થાયી સુચનાનુસાર મતદાર જાગૃતિ અને કેળવણી અભિયાન (SVEEP) અંતર્ગત દર વર્ષે યુવા મતદાર મહોત્સવનું આયોજન કરવાનું રહે છે. ચુંટણી પંચ નવી દિલ્હીએ વર્ષ – ૨૦૧૮ને “ACCESSIBLE ELECTIONS”નાં વર્ષ તરીકે જાહેર કરેલ છે. આ પરિપેક્ષમાં “ACCESSIBLE ELECTIONS” પર આધારીત “યુવા મતદાર મહોત્સવ – ૨૦૧૮”નું તા.૦૧–૦૯–૨૦૧૮ થી તા.૩૧–૧૦–૨૦૧૮ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે.  બે વિભાગમાં સ્પર્ઘાઓ રાખવામાં આવેલ છે.

વિભાગ–૧

(૧.૧) ભાવનગર જિલ્લાની માધ્યમિક/ ઉચ્ચ માધ્યમીક શાળામા અભ્યાસ કરતા ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ.

(૧.૨) ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે જુદી જુદી ફેકલ્ટીમાં સ્નાતકનો અભ્યાસ કરતા, એન્જિનીયરીંગ, તબીબી, કાયદા, કૃષિ વિષય શાખામાં અભ્યાસ કરતા, આઇ.ટી.આઇ, ડીપ્લોમા વિદ્યાશાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.

વિભાગ–૨

(૨.૧)  મતદારયાદીમાં નોંધાયેલ કોઇ પણ સ્ત્રી/પુરૂષ કે જેમની ૧૮ થી ૩૦ વર્ષની હોય અને તેઓ મતદાર તરીકે નોંધાયેલ હોય તેવા મતદારો

(૨.૨) સરકારી અથવા સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાનાં ૧૮ થી ૩૦ વર્ષની વય જુથના હોય તેવા કર્મચારીઓ.

ચુંટણી પંચ નવી દિલ્હી દ્વારા વર્ષ – ૨૦૧૮ ને સુગમ નિર્વાચન (Accessible Election) તરીકે જાહેર કરેલ હોય આ સ્પર્ધાની થીમ સુગમ ચુંટણીનાં સંદર્ભમાં યુવા મતદાર મહોત્સવ-૨૦૧૮ દરમ્યાન ઉપરના બન્ને વિભાગમા નીચે મુજબની કૃતિઓ તૈયાર કરવાની રહે છે.

(અ) પરંપરાગત લોક કળા/ હસ્તકલા આધારિત કૃતિઓ તૈયાર કરવી.

(આવી લોકકળામાં મૂખ્યત્વે જેતે વિસ્તાર/ સમુદાય / સંસ્કૃતિમાં પ્રચલિત  હોય તેવી પારંપારીક કળા આધારીત રચના)

(બ) કાર્ટુન/ ઇન્ફોગ્રાફીકસ(ડીઝીટલ)

(ક) મોબાઇલ મારફત “સ્નેપ શોટ સેલ્ફી”

(આ સ્પર્ધામાં સ્પર્ધકે પોતાના અધિકૃત મોબાઇલ ફોન મારફત સ્નેપશોટ સેલ્ફી દ્વારા સુગમ   ચુંટણી પ્રક્રિયા અંતર્ગત મતદારો / દિવ્યાંગ મતદારો માટે ચુંટણી પંચ દ્વારા આપવમાં આવતી સવલતો અંગે તેમના મંતવ્યો/ વિચારો/ સ્લોગન વિગેરે વધુમાં વધુ ૪૫ સેકન્ડ માટે તૈયાર કરવા..

ઉ૫રોકત સ્પર્ઘાઓ જે તે શૈક્ષણિક સંસ્થા/ કચેરી દ્રારા યોજવાની રહે થાય છે અને દરેક સંસ્થાએ ઉકત કક્ષાઓની ક્ષેષ્ઠ કૃતિ તેમના સ્તરે ૫સંદ કરીને આ મહોત્સ્વના નોડલ અઘિકારીશ્રી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, બહુમાળી ભવન, ભાવનગરને મોકલી આ૫વી અને નેાડલ અઘિકારીશ્રીને મળેલ તમામ કૃતિઓ માંથી બે વિભાગમાં શ્રેષ્ઠ ત્રણ કૃતિઓ જિલ્લા કક્ષાની કમિટી દ્રારા ૫સંદ કરી રાજયકક્ષાની ૫સંદગી માટે મોકલવામાં આવશે.             આ સ્પર્ધાનાં બન્ને વિભાગમાં પ્રથમ ત્રણ વિજેતાને રાષ્ટ્રીય મતદાર દિવસ-૨૦૧૮ નાં ઉજવણી દરમ્યાન જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર તથા અનુક્રમે રૂા.૨,૫૦૦/- રૂા.૧,૫૦૦/- અને રૂા.૧,૦૦૦/- રોકડ પુરસ્કાર તેમજ રાજ્યકક્ષાએ પ્રમાણપત્ર તથા અનુક્રમે રૂા.૨૫,૦૦૦/- રૂા.૨૦,૦૦૦/- અને રૂા.૧૫,૦૦૦/- રોકડ પુરસ્કાર દ્વારા સન્માન કરવામાં આવશે.

આ બાબતની વિશેષ જાણકારી માટે સબંધિત ચુંટણી અધિકારીશ્રી/મદદનીશ ચુંટણી અધિકારીશ્રી અને મામલતદારશ્રી તેમજ રજીસ્ટ્રારશ્રી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સીટી, ભાવનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, બહુમાળી ભવન, ભાવનગરનો સંપર્ક સાધવાનો રહેશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી હર્ષદ પટેલે જણાવ્યુ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861  

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY