સુરત, તા.૩
શ્રી રોહિત સમાજના બે તેજસ્વી તારલા શારદાયતન, પીપલોદ સુરતના ધો.૧૦ના વિદ્યાર્થી ઉમંગકુમાર જયંતભાઈ સોલંકી ૯૨ ટકા સાથે તથા મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડના ધો.૧૦ની વિદ્યાર્થીની નેહા ગિરીશભાઈ ચૌહાણ અટોદરા ૯૨ ટકા સાથે ઉત્તીર્ણ થતાં શાળા પરિવાર તથા સ્વજનોએ પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ભીખુદાદા, ઉમેશભાઈ, વિજયભાઈ, જયેશભાઈ, વિભૂતિબેન, આરતીબેન, મયુરભાઈ, કમલેશભાઈ તથા પ.પૂ. સંત રમણબાપુ અને અજયભાઈએ પણ શુભેચ્છા સહ આશિષ પાઠવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



