વાવ ગામ પાવર હાઉસ નજીક નકલી પોલીસે શ્રમજીવી યુવકને લૂંટી લીધો

0
47

સુરત, તા.૧
વાવ ગામ ગેલેકો પાવર હાઉસ પાસેથી પસાર થઈ રહેલા એક મજુરને પોલીસ હોવાની ખોટી અોળખ બતાવી ગળા પર ચપ્પુ મુકી એક્ટીવા વાહન, મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી કુલ રૂ.૩૧ હજારની લૂંટ ચલાવી ત્રણ અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકે નોîધાતા પોલીસે લૂંટનો ગુનો નોîધી તપાïસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લાના સોનરીયા તાલુકાïના વતની અને હાલમાં વાપી ચાર રસ્તા પાસે રહેતા ૧૯ વર્ષનો આયુષકુમાર શ્રીહરીસિંગ ગત દિવસોમાં કામરેજ-વાવ પાસેથી પોતાની એક્ટીવા પર જઈ રહ્ના હતો. ત્યારે અજાણ્યા ત્રણ ઈસમો યામાહા મોટર સાયકલ પર આવી પોલીસ હોવાની ખોટી અોળખ બનાવી ચપ્પુ ગળા પર મુકી ૨૦ હજાર રૂપિયાની એક્ટીવા વિવો કંપનીનો મોબાઈલ ફોન તથા રોકડા રૂ.૬ હજાર મળી કુલ રૂ.૩૧૦૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મજુર યુવાને કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY