સુરત, તા.૧
સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૧૮/૧૯માં મગફળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે તા.૧પમી નવેમ્બર, ૨૦૧૮થી રાજ્યના ૧રર એ.પી.એમ.સી. કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવી રહ્ના છે.
તા.૧ થી ૩૦ નવેમ્બર, ૨૦૧૮ દરમિયાન ખેડૂતોની ઑનલાઇન નોંધણી કરવા સાથે, ડાંગ જિલ્લાના વેપારી મથક એવા વઘઇ સ્થિત એ.પી.એમ.સી. ખાતે તા.૧પમી નવેમ્બરથી હાથ ધરાનારી મગફળીના ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ક્વિન્ટલ દીઠ રૂ.૪૮૯૦/- ના ભાવ ઉપર, સંવેદનશીલ રાજ્ય સરકારે રૂ.૧૧૦/-નું બોનસ જાહેર કરીને, ખેડૂતોના હિતની ચિંતા કરી છે. આમ, રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લાના ખેડૂતોને પણ તેમની મગફળીના ક્વિન્ટલી દીઠ રૂ.પ૦૦૦/- આપવાનું રાજ્ય સરકારે નક્કી કર્યુ છે.
ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે મગફળીની ખરીદીનો ભાવ રૂ.૪૫૦૦/- હતો. જેમાં આ વર્ષે વધારો જાહેર થતા મગફળી પકવતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. મગફળીની આ ખરીદી માટે કેન્દ્ર સરકારની એજન્સી તરીકે નાફેડ, તથા ગુજરાત સરકારની એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ની પસંદગી કરવામાં આવી છે.
ડાંગ જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી અર્થે જિલ્લા કક્ષાની ડીસ્ટ્રીક્ટ લેવલ મોનિટરિંગ કમિટિની રચના કરવામાં આવી છે. જેના અધ્યક્ષ કલેક્ટર શ્રી બી.કે.કુમાર છે. આ કમિટિની એક તાકિદની બેઠકમાં કલેક્ટર શ્રી કુમારે કમિટિ મેમ્બકરો સહિત સભ્ય સચિવ એવા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પી.બી.ગવળી સહિત સમિતિ સભ્યોને ઉપયોગી માર્ગદર્શન સાથે જરૂરી સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., ગાંધીનગરના જનરલ મેનેજર શ્રી એમ.એ.સાબુવાલા સહિત એ.પી.એમ.સી. ચેરમેન શ્રી વિજયભાઇ પટેલે પણ સ્વયં ઉપસ્થિત રહી, વિશેષ માહિતી પુરી પાડી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


