વીડિયોમાં વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટ સાથે રમતી મહિલા દેખાઇ, ૩ વર્ષની જેલ ફટકારાઈ

0
7

કૈરો,તા.૨૯
અહીંની એક કોર્ટે વાંદરા સાથે યોન શોષણનાં આરોપમાં એક ૨૫ વર્ષની મહિલાને ત્રણ વર્ષની સજા સંભળાવી છે. સ્થાનિક અખબાર અલ અહરામની રિપોર્ટ અનુસાર આ મહિલાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે એક પેટ શોપની અંદર વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટ સાથે રમતી નજર આવે છે.
ઇજિપ્તની મનસૌરા સિટીની કો્‌ટે બસ્મા અહમદ નામની આ મહિલાને વ્યભિચારમા વધારો કરવા અને સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકત કરવા બદલ દોષી કરાર ઠેરવી હતી. આ મહિલાને ઓક્ટોબર મહિનામાં વાંદરા સાથે અશ્લિલ હરકત કરવા બદલ ધરપકડ થઇ હતી.
ઓક્ટોબરમાં મહિલાનો ૯૦ સેકેન્ડનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં મહિલા પેટ શોપમાં વાંદરાનાં પ્રાઇવેટ પાર્ટને અડતી અને તેનાં ઉપર સેક્સુઅલ જાક્સ બોલતી નજર આવે છે. તો આસપાસ હાજર લોકો મહિલાઓની આ હરકત પર હસતાં નજર આવે છે. કોર્ટમાં મહિલાએ સ્વિકાર કર્યુ છે કે, તેણે આવી હરકત કરી હતી. તેણે તેમ પણ ઉમેર્યુ હતું કે, તેને આમાં કંઇજ અભદ્ર લાગ્યુ ન હતું. તે ફક્ત વાંદરાને ગલીપચી કરી રહી હતી.
આપને જણાવી દઇએ કે ભારતમાં પણ આર્ટિકલ ૩૭૭ હેઠળ જાનવર સાથે સંબંધ બાંધવા અપ્રાકૃતિક કૃત્યની શ્રેણીમાં આવે છે.અને તે દંડનીય અપરાધ છે. સાર્વજનિક જગ્યા પર અભદ્ર હરકત અંગે પણ ભારતીય કાયદા હેઠળ સજાને પાત્ર ગુનો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY