લોસ એન્જલ્સ,તા.૨૯
હોલિવૂડના મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક ટોમ હેન્ક્સે બનાવેલી ટોચના ટીવી સ્ટાર ફ્રેડ રોજર્સની બાયો-ફિલ્મને અ બ્યૂટીફૂલ ડે ઇન ધ નેબરહૂડ ટાઇટલ આપવામાં આવ્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
સોની નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન મેરિયલ હેલરે કર્યું છે અને આ ફિલ્મ ૨૦૧૯માં રજૂ કરવાની એના ફિલ્મ સર્જકોની યોજના છે. વેરાયટીના એક રિપોર્ટ મુજબ આ ફિલ્મમાં ટોમ ઉપરાંત મેથ્યુ ર્હાઇઝ, ક્રીસ કૂપર, ટેમી બ્લેન્કાર્ડ અને સકીના જાફરી ચમકી રહ્યાં છે.
આ ફિલ્મમાં લાંબા સમયથી ચાલી રહેલા ટીવી શો મિસ્ટર રોજર્સ નેબરહૂડના હીરો ફ્રેડ રોજર્સ અને એવોર્ડ વિજેતા પત્રકાર ટોમ જુનોદની દોસ્તીની સાચુકલી કથા પર આધારિત વાર્તા વણી લેવામાં આવી છે.
કથામાં ગજબના વળાંકો છે. વાત એવી છે કે જુનોદને ફ્રેડ રોજર્સની જીવન ઝરમર લખવાનું એસાઇનમેન્ટ મળે છે જે જુનોદ સ્વીકારી લે છે. આ એસાઇનમેન્ટ એનું પોતાનું જીવન પલટી નાખે છે. મિકા ફિત્ઝરમેન-બ્લુ અને નોઆહ હાર્પસ્ટરે આ ફિલ્મની સ્ક્રીપ્ટ લખી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


