મહેબૂબા મુફિતનો ના’પાક.’ પ્રેમ, કહ્યું, પાક.ના વડાપ્રધાનને એક તક મળવી જોઇએ

0
12

શ્રીનગર,તા.૧૯
પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે, ભારતે કોઇ પુરાવા વગર જ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે, જો ભારતની પાસે પાકિસ્તાન વિરુદ્ધ કોઇ પુરાવા છે તો તેઓ અમને સોંપે, અમારી સરકાર ગેરેન્ટીથી તેના પર કાર્યવાહી કરશે. જેના જવાબમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ ઇમરાન ખાનને એક તક આપવા માટેની ભલામણ કરી છે.
મહેબુબા મુફ્તીએ ઇમરાનનાં નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું ક, અસહમત, પઠાણકોટનું ડોઝીયર તેમને સોંપવામાં આવ્યું હતું, પરંતુ દોષીતોને સજા અપાવવા માટે કોઇ જ એક્શન લેવાઇ નહોતી. પરંતુ પાકિસ્તાનનાં વડાપ્રધાનને એક તક આપવામાં આવવી જાઇએ કારણ કે તેઓ ચૂંટાઇને આવ્યા છે. સ્પષ્ટ રીતે યુદ્ધનાં નારા માત્ર આગામી ચૂંટણી માટે આપવામાં આવી રહ્યા છે, તેનાંથી વધારે આ નારાઓનો કોઇ જ અર્થ નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY