અમૃતસર,તા.૨૧
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અમૃતસર બેઠક પરથી લોકસભા ચૂંટણીમાં જંપલાવી શકે છે. પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી આ અંગેનો પ્રસ્તાવ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે રાખશે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પંજાબ કોંગ્રેસના નેતા સુનીલ જોખડની સામે રાખવામા આવ્યો હતો. બંને આ સંદર્ભે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.
પંજાબ કોંગ્રેસનાં પ્રધાન સુનીલ જાખડે કહ્યું કે ધારાસભ્યો અને પાર્ટી દ્વારા વારંવાર માંગણી કરાઈ રહી છે કે ડો.મનમોહન સિંહને અમૃતસરની ચૂંટણી માટે ઊભા કરવામાં આવે, તેઓ સમગ્ર દુનિયા માટે એક મિસાલ છે. પાર્ટીનાં પ્રમુખ રાહુલ ગાંધી આ અંગે ટૂંક સમયમાં જ સંદેશ આપશે. જા મનમોહનસિંહ ચૂંટણી લડશે તો પંજાબનાં માનમાં વધારો થશે. ડો.મનમોહનસિંહ મૂળ હોશિયારપુરનાં છે, પરંતુ ઘણા સમય પહેલા તેમનો પરિવાર અમૃતસરમાં સ્થાયી થયો હતો. તેમનાં ભાઈઓનો વેપાર અમૃતસરમાં જ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




