૫૦ ટકા જિલ્લાઓના ભૂ-જળમાં ધાતુઓની માત્રા બ્યૂરોએ નક્કી કરેલા માપદંડથી વધુ
ન્યુ દિલ્હી,તા.૩૧
ગામથી લઇને શહેરો સુધી ઔદ્યોગિકીકરણ અને નવીનીકરણ થઇ રહ્યું છે. જેની અસર દેશના ૫૦ ટકાથી પણ વધારે જિલ્લાઓમાં પડી રહી છે. દેશના આ જિલ્લાઓમાં ભૂ જળ પીવા લાયક રહ્યું નથી. એક રિપોર્ટ પ્રમાણે ઉદ્યોગ અને ફેક્ટરીઓથી નીકળતા કચરાથી ભૂ જળ દૂષિત થઇ રહ્યું છે. એટલું જ નહીં ખેતરમાં સારા ઉત્પાદન લેવા માટે વાપરવામાં આવતા કીટનાશક અને ખાતરના સતત ઉપયોગને લીધે પણ ભૂજળમાં નાઇટ્રેટની માત્રામાં વધારો થઇ રહ્યો છે.
ચોમાસું સત્રની કાર્યવાહી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી જાણકારી પ્રમાણે ભૂ-જળમાં નાઇટ્રેટની સાથે સાથે ફ્લોરાઇડ, આયર્ન, આર્સેનિક અને બીજા ખતરનાક ધાતુઓની માત્રામાં પણ વધારો થયો છે. દેશના ભૂ-જળમાં કઇ ધાતુની માત્રા કેટલી હોવી જાઇએ જેનો હિસાબ ઇન્ડિયન સ્ટાર્ડર્સ બ્યુરો રાખે છે. આવામાં ભારતના ૫૦ ટકા જિલ્લાઓના ભૂ-જળમાં ધાતુઓની માત્રા બ્યુરોએ નક્કી કરેલા માપદંડથી વધારે છે.
જળ સંસાધન રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલે જણાવ્યું હતું કે, દેશના ૩૮૬ જિલ્લાઓના ભૂ-જળમાં નાઇટ્રેટ, ૩૩૫ જિલ્લાઓમાં ફ્લોરાઇડ, ૩૦૧ જિલ્લામાં આયર્ન, ૨૧૨ જિલ્લામાં સેલિનિટી, ૧૫૩ જિલ્લામાં આર્સેનિક, ૯૩ જિલ્લામાં લેડ, ૩૦ જિલ્લામાં ક્રોમિયમ, ૨૪ જિલ્લામાં કેડિયમ જેવી ઝેરી ધાતુઓની માત્રા ભારતીય માપદંડ બ્યુરોએ નક્કી કરેલા માપદંડ કરતા વધારે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે નાઇટ્રેટની વધારે માત્રાવાળા ભૂ જળથી માણસના શરીરમાં મેથાઇમોગ્લોબિનમિયા જેવી બીમારી થાય છે. આવામાં લોહી દ્વારા શરીરમાં ઑક્સીજનનીસંચાલન શક્તિમાં ઉણપ આવી જાય છે. જ્યારે આર્સેનિકની વધારે પ્રમાણાવાળા પાણીથી સ્કીન કેન્સર અને કિડની, ફેફસાને લગતી બીમારીઓનું કારણ બને છે. માણસ જ નહીં પ્રાણીઓ પણ ઝેરી પાણીનો શિકાર બને છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




