રાણપુરના ચંદરવા ગામેથી જુગાર રમતા ત્રણ શકુનીઓને રૂપીયા ૧૧,૧૫૦/- ના મુદૃામાલ સાથે બોટાદ એલ.સી.બી.એ ઝડપી પાડ્યા

0
40

બોટાદ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ટી.એસ.રીઝવી ની સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા પો.કો.ન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં તથા પો.કોન્સ. ક્રિપાલસિંહ દોલુભા ઝાલા નાઓએ એલ.સી.બી. ના પો.કોન્સ. બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા નાઓને મળેલ બાતમી આધારે રાણપુર તાલુકાના ચંદરવા ગામે શિહોરીમાંના મંદીરના ચોક પાસે રેડ કરતા (૧) કનકભાઇ ઘનશ્યામભાઇ કણઝરીયા ઉ.વ.૩૬ રહે.ચંદરવા તા.રાણપુર જી.બોટાદ (૨) હિંમતભાઇ જીવરાજભાઇ રાતોજા ઉ.વ.૩૦ રહે.ચંદરવા તા.રાણપુર જી.બોટાદ (૩) રણછોડભાઇ દિનેશભાઇ બળોલીયા ઉ.વ.૩૨ રહે. ચંદરવા તા.રાણપુર જી.બોટાદ વાળાને રોકડ રૂ. ૧૧,૧૫૦/- ની મતા સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ધોરણસરની કાર્યવાહી કરી રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી છે..

રિપોર્ટર:-વિપુલ લુહાર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY