નાબાર્ડના પોટેન્શીયલ લીંક્ડ ક્રેડીટ પ્લાનનું વિમોચન
આહવા, તા.૩૧
ડાંગ જિલ્લામાં વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી ડાંગ જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે નાબાર્ડ ના પોટેન્શીયલ લીંક્ડ ક્રેડીટ પ્લાન (પીએલપી) માં રૂ.૧૩૦.૦૭ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને નાબાર્ડ જિલ્લા વિકાસ પ્રબંધક શ્રી બી.કે.સામંતરાય સહિત તમામ બેન્કના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પીએલપીનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ પ્રબંધક, નાબાર્ડ શ્રી બી.કે.સામંતરાયે જણાવ્યું હતું કે એમએસએમઈ સેકટર માટે રૂ.૪.૫૦ કરોડ,(૩.૦૦્રુ ),કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂ.૪૭.૯૧ કરોડ (૩૭.૦૦્રુ ), મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂ.૪૧.૬૧ કરોડ (૩૨.૦૦્રુ )અને અન્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો એક્સપોર્ટ,શિક્ષા,હાઉસીંગ,રીન્યુએબલ એનર્જી અને સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ.૨૦.૧૭ કરોડ (૧૫.૫૦્રુ ) નું આકલન કરવામાં આવેલ છે.પીએલપી ના આકલન પ્રમાણે જિલ્લાની બેન્કો વાર્ષિક ૠણ યોજના લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે.અને જિલ્લાની બેન્કો ધિરાણોના લક્ષ્યાંક પુરો પાડવા પ્રયાસો હાથ ધરે છે. આ બેઠકમાં રીઝર્વ બેન્કના શ્રી ઉદય કરમાકર,લીડ બેન્ક મેનેજરશ્રી આર.એમ.પટેલ,બેન્ક ઓફ બરોડાના મેનેજરશ્રી માનસિંહભાઈ ચૌધરી સહિત તમામ વરિષ્ઠ બેન્ક અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




