અંકલેશ્વર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજાયો

0
241

સમાજને સંગઠીત થવા સામાજિક અગ્રણીઓની હાકલ
અંકલેશ્વર, તા.૩૧
અંકલેશ્વર ખાતે સમસ્ત અંકલેશ્વર બ્રહ્મ સમાજના વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન ભરૂચી નાકા સ્થિત જલારામ મંદિર ખાતે રવિવારના રોજ કરાયું હતું.
સમસ્ત અંકલેશ્વર બ્રહ્મ સમાજના સ્ïનેહ મિલન સમારોહમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં પ્રખ્યાત કથાકાર વિનોદ ભટ્ટ આશીર્વચન આપવા વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. આ ઉપરાંત ભૂતપૂર્વ પાલિકા પ્રમુખ ભૂપેન્દ્ર જાની, રેણુકાબેન રાવલ, પરશુરામ ધિરાણ મંડળના ચેરમેન રજનીકાંત રાવલ, ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ લલિત શર્મા, પત્રકાર તથા સામાજિક અગ્રણી, હરીશ જાષી, કૌશલ ગોસ્વામી તેમજ અંકલેશ્વર બ્રહ્મસમાજ પ્રમુખ હીરેન જાશી સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના સભ્યો-આગેવાનો હાજર રહ્ના હતા.
આ પ્રસંગે વકતાઓએ બ્રહ્મ સમાજ સંગઠિત થવા હાકલ કરી હતી. પૂર્વ પાલિકા પ્રમુખ ભૂપેન્દ્ર જાનીએ હાલમાં જ રાજસ્થાન ખાતે યોજાયેલ રાષ્ટ્રીય બ્રહ્મ સમાજ સંમેલનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ સંમેલનને પગલે જે સંગઠન શક્તિ એકત્ર થઈ એના પગલે રાજસ્થાનમાં ૧૩ના બદલે ૨૦ બ્રાહ્મણ આગેવાનો વિધાનસભાના ચૂંટણી જીત્યા આ જ સંગઠનની તાકાત અન્ય વક્તાઓએ પણ ગુજરાત જે રીતે બ્રહ્મ સમાજને રાજકીય રીતે અને અન્ય ક્ષેતમાં અવગણીને હાસિયામાં ધકેલી દેવાયો છે એેની સામે સંગઠિત થઈ અધિકારો માટે જાગૃત બનવા હાકલ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY