સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ આર્ટ વર્ક માટે સમર કેમ્પનું આયોજન

0
57

સમર કેમ્પમાં વહેલા તે પહેલાંના ધોરણે નામ નોધાશે
સુરત, તા.૨૬
સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર સુરત ખાતે તથા ચોક સ્થિત કિલલા ખાતે આગામી વેકેશનમાં મે ૨૦૧૯ દરમ્યાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમર કેમ્પમાં બે વયગ્રુપનો સમાવેસ કરવામાં આવશે એ ગ્રુપમાં પેપર આર્ટ, વેસ્ટમાંથી બેસટ, દિવડા પેઈન્ટિગ એન્વેલેપ મેકિંગ, બેગ પેઈન્ટિંગ તથા બી ગ્રુપમાં બેઝીગ એસ્ટ્રોનોમી, નો યોર પ્લેનેટ્સ નો યોર ઝોડીયાક, ફેઝીસ ઓફ મુન-સીઝન્સï, નેનો સન-મીરર બોલ, ટેલિસ્કોપ, એસ્ટ્રોનોમી સોફ્ટવેર, એસ્ટ્રોનોમી જનરલ એન્ડ કવીઝ, બેઝીક ફીઝીક્સ પ્રયોગો, બેઝીક એરોનોટીક્સ, મેજીક બોક્સ, હોલોગ્રામ, ફાઉન્ટેઈન, નાઈટ લેમ્પ, એમ્બ્રોઈડરી ક્વીલિંગ, પેપર આર્ટ, મોડેલ રોકેટ અને કેલીગ્રાફીનો સમાવેશ થાય છે.
આ સમર કેમ્પ તા.૧-૫-૨૦૧૯ થી તા.૧૦-૫-૨૦૧૯ સુધી કાર્યરત રહેશે. આ સમર કેમ્પમાં વહેલા તે પહેલાના ધોરણે નામ નોધવામાં આવશે. સમર કેમ્પમાં જાડાવા ઈચ્છતા બાળકો તા.૧૬-૪-૨૦૧૯ થી તા.૨૮-૪-૨૦૧૯ સુધીમાં સવારે ૧૧.૦૦ થી સાંજે ૪.૦૦ વાગ્યા દરમ્યાન સાયન્સ સેન્ટર સુરત સીટીલાઈટ રોડ તથા ચોક સ્થિત કિલ્લા ખાતેથી ફોર્મ મેળવી તા.૨૮-૪-૨૦૧૯ સુધીમાં સાયન્સ સેન્ટર સુરત તથા કિલ્લા ખાતે ૧૧.૦૦ થી સાંજે ૪.૦૦ દરમિયાન જમા કરવાના રહેશે. સાયન્સ સેન્ટર તથા કિલ્લો દર સોમવારે બંધ રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY