આછવણીના પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિરના ૩૫મા પાટોત્સવની ઉજવણી

0
310

ભાગવત કથા દ્વારા શિવ ભક્તોએ જ્ઞાનગંગામાં સ્નાન કયુ
વલસાડ, તા.૩૧
પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીનો ૩પમો પાટોત્સવ ધર્માચાર્ય પરભુદાદા અને ગુરુમાતા રમાબાના સાનિધ્યમાં ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવ્યો હતો.
ધર્માચાર્ય પરભુદાદાએ સંતો મહંતોના આશીર્વાદથી અને બ્રાહ્મણોના સથવારે પ્રગટેશ્વર મહાદેવના પાટોત્સવમાં ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, સૂક્ષ્મ શરીરથી અને બ્રહ્મ મુહૂર્તમાં કરેલો યજ્ઞ હંમેશા સફળ જ થાય છે. યજ્ઞો એવા છે કે તેમાં મન વિચલિત થાય જ નહીં, કારણ કે બ્રાહ્મણો આદેશ કરે તે કરવું પડે, તેમ જણાવી અયોધ્યામાં ૧૦૮ કુંડી યજ્ઞ કરવાનો સંકલ્પ હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. પ્રગટેશ્વર દાદાના પાટોત્સવ અવસરે યોજાયેલા યજ્ઞમાં ભગવાન શિવને આહુતિ આપી તૃપ્ત કરવામાં આવ્યા છે. શિવપરિવારની સેવાભાવનાને બિરદાવી સંસારને ભૂલી તન મન ધનથી યજ્ઞમાં ભાગ લેનાર ત્યાગી અને વૈરાગી શિવભક્તોને અભિનંદન પાઠવ્યા હતા. શિવભક્તોને જ્ઞાનગંગામાં સ્નાન કરાવનારા ભાગવત કથાકારો રાજુભાઇ શાસ્ત્રી અને ધીમંતભાઇ શાસ્ત્રીનો તેમણે આભાર માન્યો હતો.
ભાગવતાચાર્ય રાજુભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, અંતરમાં જ્યારે સદગુરુ બિરાજમાન થઇ જાય ત્યારે મહાદેવની ઝાંખી થવામાં વાર લાગતી નથી, ત્યારે અહીં તમને પરભુદાદા જેવા સદગુરુની કૃપા અને આશીર્વાદ મળવાની સાથે ભગવાન શિવનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે, જે માટે તમે અભિનંદનને પાત્ર છે. જીવનમાં શાંતિ મેળવવા અને આપણા આત્માનું કલ્યાણ થાય તે માટે યજ્ઞો કરવા જાઇએ, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ભાગવતાચાર્ય હિંમતભાઇ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, સાચું જ્ઞાન મેળવવા માટે શિવની ભક્તિ કરવી જાઇએ. પ્રગટેશ્વર મહાદેવના ધામમાં વિશ્વાસ અને શ્રદ્ધાથી જે માથું નમાવે છે તેની સાત પેઢીનું કલ્યાણ થઇ જાય છે, ત્યારે અહીં આવેલા બધા નસીબદાર છે કે જેમને, પ્રગટેશ્વરદાદાનું સાનિધ્ય અને પરભુદાદાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. કથામૃતનો મહિમા સમજાવતાં જણાવ્યું હતું કે, કથા સાંભળવાથી સાત જન્મોના પાપોનો નાશ થાય છે, સાત પેઢીનું કલ્યાણ થાય, મનુષ્ય દેહ રૂપે મળેલું જીવન સફળ બને છે, અને ભાગવત કથા જે શ્રદ્ધાપૂર્વક પૂરેપૂરી સાંભળે તેને આ જગતમાં ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ મળી જાય છે. આ અવસરે પ્રગટેશ્વરધામના પ્રમુખ બિપીનભાઇ પરમાર, મંત્રી ગોપાળભાઇ પટેલ, મહારાજ અનિલભાઇ જાષી અને કશ્યપભાઇ જાની, અમદાવાદના આ અવસરે પ્રગટેશ્વરધામના પ્રમુખ બિપીનભાઇ પરમાર, મંત્રી ગોપાળભાઇ પટેલ, મહારાજ અનિલભાઇ જાષી અને કશ્યપભાઇ જાની, અમદાવાદના અરૂણભાઇ પટેલ, ગુજરાત -મહારાષ્ટ્ર શિવપરિવાર, ગ્રામજનો હાજર રહયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY