મોરબીમાં બંધ ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા બેના ઘટનાસ્થળે મોત, એકને ઇજા

0
10


મોરબી,તા.૨૫
મોરબી નવલખી રોડ પર પીપળીયા ચાર રસ્તા પર શુક્રવારે મોડી રાત્રે પર ઝડપે જતી એક કાર બંધ ટ્રેક્ટર પાછળ ઘૂસી જતા ૨ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે કાર ચાલકને ઇજા પહોંચતાં મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના કબીર આશ્રમ પાસે રહેતા મોહિત સુરેશ નભવાડીયા પોતાની જીજે ૩૬ આઇ ૩૨૯૧ નંબરની કાર લઇ મોટા દહિસરા તરફ જતા હતા. ત્યારે નવલખી રોડ પીપળીયા ચાર રસ્તા નજીક કોઇ કારણોસર કાર ચાલકે કાબુ ગુમાવતા આગળ બંધ હાલતમાં પડેલા ટ્રેક્ટર પાછળ ધડાકાભેર ઘૂસી ગઇ હતી. ઘટનામા અભિનવ વિક્રમાદિત્ય અને બળવંતરાય મુગુટરાય નામના યુવાનને ગંભીર ઇજા પહોંચતાં બન્નેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલક મોહિતને ગંભીર ઇજા પહોંચતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે માળિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY