અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઝાપટાં, મધ્યમથી ભારે વરસાદની આગાહી

0
38

અમદાવાદ,તા.૨૫
અમદાવાદમાં આજે મેઘમહેર થઇ રહી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો છે. શહેરના વેજલપુર, જુહાપુરા, શ્યામલ, સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, તો મણિનગર, ખોખરા, જશોદાનગર, નિકોલમાં પણ વરસાદ ખાકયો છે.
બપોરના સુમારે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડતા અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી પૂર્વ અને પશ્ચિમમાં પડી રહેલા વરસાદથી લોકોએ રાહત અનુભવી છે. જોકે ભરબપોરે અંધારપટ જેવી સ્થિતિ સર્જાતાં વાહનચાલકોને વાહનોની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. એની સાથોસાથ પવન સાથે વરસાદ પડતાં વાહન ચલાવવાનું મુશ્કેલ બન્યું હતું.
ઉલ્લેખનિય છે કે બંગાળની ખાડીના ઉત્તર તરફના વિસ્તારમાં આવતીકાલે રવિવારે નવું લો-પ્રેશર સર્જાય તેવી પ્રબળ સંભાવના ઉભી થઈ છે. જો આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરમાં પરિવર્તીત થઈને ગુજરાત તરફ ગતિ કરે તો મંગળવાર આસપાસ વરસાદના વધુ એક રાઉન્ડની સંભાવના ઉભી થઈ છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ સિવાય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે હજુ ૫ દિવસ સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY