અમદાવાદમાં પોલીસનો ખૂલ્લેઆમ લાંચ લેતો વીડિયો વાયરલ

0
302

કહ્યું- ૫૦૦ રૂ. આપો તો રિક્ષાના પેપર આપું
અમદાવાદ,તા.૨૫
અમદાવાદ પોલીસના હાથ હવે એટલા છુટ્ટા થઈ ગયા છે કે જનતાની રક્ષા કરવાની બદલે તેઓ તેમની ઉપર જ ખુલ્લેઆમ અત્યાચાર અને અન્યાય કરી રહ્યાં છે. ક્યાંક રિક્ષાચાલકને જાહેરમા માર મારે છે તો ક્યાંક ગરીબ લોકોને કારણ વગર હેરાન કરે છે. એવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી એક ગરીબ ઘરના વ્યક્તિની રિક્ષા જમા કરી તેના પેપર પરત કરવા બદલ ૫૦૦ રૂપિયાની ખુલ્લેઆમ લાંચ લેતા દેખાઈ રહ્યાં છે.
અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ એક ગરીબ ઘરના માણસની ઓટોરિક્ષા જમા કરી હતી અને રિક્ષા છોડાવવા માટે ચાલકના માતા-પિતા કોર્ટમાંથી રિક્ષા છોડાવવા માટેના પેપર માંગ્યા પરંતુ ખાખી આડમાં આ ગુંડાએ કહ્યું કે પહેલા ૫૦૦રૂ. આપો તો જ રિક્ષાના પેપર પાછા આપીશ. આવી રીતે પોલીસ દાદાગીરી કરીને ખુલ્લેઆમ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસે લાંચ લે છે. અને તેમની સાથે ગેરવર્તન કરે છે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી હોવા છતાં પણ પોલીસકર્મીઓ ધાકધમકી આપીને લાંચ લે છે. પોલીસની કાલી કરતુત ઉજાગર કરતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY