ન્યુ દિલ્હી,તા.૧
દેશની કોર્ટોમાં થતા કેસનો નિકાલ જલદી નહીં આવતા હોવાના કારણે લોકોને પડતી હાલાકી અંગે ઘણી વખત ચિંતા વ્યક્ત થઈ ચૂકી છે.
ખુદ રાષ્ટ્રપતિ પણ દેશની કોર્ટોમાં પેન્ડિંગ કેસ અંગેના આંકડાનો ઉલ્લેખ કરીને આ બાબત તરફ આડકતરી રીતે ઈશારો કર્યો હોય તેમ લાગે છે.
દિલ્હીમાં આયોજીત સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિએશનની નેશનલ કોન્ફરન્સને સંબોધીત કરતા રાષટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતુ કે દેશની કોર્ટો પર ૩.૩ કરોડ કેસોનો બોજ છે. તેમણે કહ્યું હતુ કે ભારતની ન્યાયપ્રણાલીનુ સન્માન આખી દુનિયામાં થાય છે પણ સાથે સાથે લાંબા સમય સુધી કેસના નિકાલ નથી થતા તે પણ જાવુ જાઈએ. હાલમાં દેશની નીચલી કોર્ટોમાં ૨.૮૪ કરોડ કેસ, હાઈકોર્ટોમાં ૪૩ લાખ કેસ અને સુપ્રીમ કોર્ટમાં ૫૮૦૦૦ કેસ પેન્ડિંગ છે.
જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દિપક મિશ્રાએ કહ્યું હતુ કે ઘરડા લોકોએ યુવાઓ માટે જગ્યા કરવી પડશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





