ઝગડીઆ જી.આઈ.ડી.સી. માં આવેલ સેન્ટ ગોબિન નામની કંપની માંથી ત્રણ ટ્રકો ભરી ગેરકાયદેસર રીતે વેસ્ટ નિકાલ કરાતા સ્થાનિકો દ્વારા ગાડી ને પકડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે
આ ત્રણ ટ્રકો જે કોલસા ખાલી કરવા કંપની માં આવી હતી તેજ ટ્રકો માં ને સેન્ટ ગોબિન કંપની દ્વારા તેમનો વેસ્ટ ભરી માંડવા ગામ ની હદ માં આવેલ ભરૂચ શહેર ના ઘન કચરા ના નિકાલ માટે બનાવેલ (ગેરકાયદેસર) ડંપિંગ સાઇટ પર ખાલી કરવા માટે ભરવાં માં આવી હતી અને આ ટ્રકો ને વાહન ની પાવતીઓ પાનોલી ની કંપનની બનાવી હતી. આમ વેસ્ટ નિકાલ નું ગેરકાયદેસર નિકાલ નું કૌભાંડ આચારતું હતું.
આ ત્રણે ટ્રકો ઓવરલોડ હોવાના કારણે અને વ્યવસ્થીત પેકીંગ ન હોવાના કારણે તેમાંથી વેસ્ટ જાહેર માર્ગો પર પડી રહ્યું હતું જેથી સ્થાનિક ગ્રામજનોએ રોકી પોલીસ ને સ્થળ પર બોલાવી હતી જ્યાં વાહન ચાલકો ની કબૂલાત માં ઉપરોક્ત કૌભાંડ પર્દાફાશ થયો હતો.
_પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે સ્થાનિકો માં રોષ ની લાગણી ફેલાઇ છે અને મોટી અને નામાંકિત કંપનીઓપણ આ રીતની ગેરકાયદેસર ના નિકાલ ના કૌભાંડો કરતી હોય તે દુઃખદ છે અને માંડવા ની આ ડમપિંગ સાઇટ બદલવા બાબતે NGO દ્વારા કોર્ટ કેશ થયો હતો જેમાં NGT ના હુકમો થયા છે અને નર્મદા નદી પર આવેલ આ સાઇટ ને અન્યત્ર ખસેડવા નો હુકમ થયો છે અને એજ સાઇટ પર આ રીતે ગેરકાયદેસર નો વેસ્ટ નિકાલ થતો હોય એ ચિંતાજનક છે._
સલીમ પટેલ પ્રકૃતિ સુરક્ષામંડળ 9427132246
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




