ન્યુ દિલ્હી,તા.૧
અમેરિકી ડોલરના મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો થવાથી ડીઝલની કિંમત પ્રથમ વખત ૭૦ રૂપિયા પ્રતિ લીટરથી ઉપર થઈ ગઈ છે. આ સાથે જ ઘરેલું એલપીજી સિલેન્ડરની કિંમત પણ ૧.૪૯ રૂપિયા પ્રતિ સિલેન્ડર વધી ગઈ છે.
સબસિડીયુક્ત રસોઈ ગેસ સિલેન્ડરની કિંમત શુક્રવારે મધરાત્રેથી ૧.૪૯ રૂપિયા વધીને ૪૯૯.૫૧ રૂપિયા પ્રતિ સિલેન્ડર થઈ ગઈ છે. આ વૃદ્ધિ મુખ્ય રીતે રૂપિયામાં સતત ઘટાડાના કારણે થઈ છે. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.
સરકાર રસોઈ ગેસની સબસિડી રકમ સીધા લાભાર્થીઓના ખાતામાં પહોંચાડે છે.જેથી ગ્રાહકોએ સિલેન્ડર બજારની કિંમતે ખરીદવો પડે છે. આંતરાષ્ટ્રીય બજારની કિંમતોની વધ-ઘટથી સબસિડી રકમમાં પણ ફેરફાર થાય છે. નિયમો પ્રમાણે એલપીજી ઉપર જીએસટી સિલેન્ડરના બજાર કિંમત ઉપર કરવાની હોય છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



થયો હતો. માતા શાંતિદેવી અને પિતા પ્રતાપચંદ્રના એ વહાલસોયા પુત્ર હતા. પરંતુ બાળપણથી જૈન ધર્મના સિદ્ધાંતો અને ગ્રંથોથી આકર્ષાયેલા તરુણ સાગરજીએ ૧૯૮૧ના માર્ચની ૧૮મીએ ગૃહત્યાગ કર્યો હતો અને ત્યારબાદ જૈન ધર્મની દીક્ષા લીધી હતી. એમની વાણીમાં સમાજના દંભી વાણીવર્તન પ્રત્યે એક પ્રકારનો આક્રોશ વ્યક્ત થતો હતો. તેમનાં આગઝરતાં પ્રવચનો કડવાં પ્રવચનો તરીકે પ્રખ્યાત થયાં હતાં. કેટલાંક પ્રવચનોએ વિવાદો પણ સર્જ્યાં હતાં. દેશની ઘણી વિધાનસભાઓમાં આપે પ્રવચનો કર્યાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તરુણ સાગર વિજયજી મહારાજની ચિરવિદાય અંગે ઊંડી લાગણી વ્યક્ત કરતો શોકસંદેશો મોકલ્યો હતો.
આભાર – નિહારીકા રવિયા
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



