૨૦૧૮માં ભારતનો જીડીપી ગ્રોથ ૭.૩ ટકા રહેશે : એડીબી

0
10

ન્યુ દિલ્હી,તા.૨૭
એશિયન ડેવલપમેન્ટ બેન્ક (એડીબી)એ જણાવ્યું છે કે ૨૦૧૮માં ભારતનો જીડીપી ગ્રોથ ૭.૩ ટકા રહેશે. ઇકોનોમીને ડોમેસ્ટિક ડીમાન્ડમાં વધારો, ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં રિકવરી અને એક્સપોર્ટ સેક્ટરના પર્ફોર્મન્સમાં સુધારાથી સપોર્ટ મળશે.
એડીબીના ચીફ ઇકોનોમિસ્ટ યાસુયુકી સવાદાએ જણાવ્યું છે કે એનડીએ સરકારે છેલ્લા એક વર્ષમાં જે સુધારા કર્યા છે તેનો ફાયદો હવે જાવા મળે છે. જીએસટી લાગુ પડવાથી ઇકોનોમીની ગતિ ધીમી પડી હતી, પરંતુ હવે તેમાં રિકવરી આવી રહી છે. એડીબીએ ૨૦૧૮ માટે ભારતના જીડીપી ગ્રોથના અનુમાનને ૭.૩ ટકા અને ૨૦૧૯ માટે ૭.૬ ટકા રાખ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે નોટબંધી અને જીએસટીના પગલે ઇકોનોમી પર જે ખરાબ અસર પડી હતી તે હવે દૂર કરવી જરૂરી છે. અમારું માનવું છે કે ભારતનું અર્થતંત્ર રિકવર થઇ રહ્યુ છે અને તેની ગતિ આગામી સાલ વધુ ઝડપી હશે. ઇકોનોમીમાં એડજસ્ટમેન્ટ જારી છે અને ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટમાં પણ સુધારો થઇ રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY