ન્યુ દિલ્હી,તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ આપત્તિજનક ટ્વીટ કરવાની બાબતમાં અભિનેત્રીમાંથી નેતા બનેલ કાંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ દિવ્યા સ્પંદના વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યા બાદ તેમણે ફરી એક ટ્વીટ કરી છે. આ ટ્વીટમાં દિવ્ય સ્પંદના એ એક વખત ફરી પીએમ મોદીની વિરૂદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી છે. તેમણે હૈશટેગ પીએમચોર (#PMChorHai) છેની સાથે એક ટ્વીટ કરી છે.
દિવ્યાએ ટિવટમાં લખ્યું છે કે, “મિત્રો, મને સહકાર આપવા બદલ તમારો આભાર. જે લોકોને મારું ટિવટ પસંદ નથી પડ્યું તેના વિશે તો હું શું કહી શકું? ફરી વખત આનાથી ચડિયાતું ટિવટ કરીશ. ભારતમાંથી દેશદ્રોહનો કેસ નાબૂદ કરી દેવો જાઈએ. કારણ કે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. જેમણે મારા સામે ફરિયાદ કરી છે તેમના માલુમ પડે કે ઈંપીએમ ચોર હૈ.”
આની પહેલાં ગોમતીનગર પોલીસ સ્ટેશનના ડીપી તિવારીએ કહ્યુ હતું કે દિવ્યા સ્પંદનાની વિરૂદ્ધ ગોમતીનગર પોલીસસ્ટેશનમાં આઇટી એક્ટની અંતર્ગત કેસ નોંધાયો છે. વકીલ સૈયદ રિઝવાન અહમદ દ્વારા કરાયેલ એફઆઇઆરમાં કહ્યુ છેકે સ્પંદનાએ ટ્વીટમાં વડાપ્રધાન અંગે આપત્તિજનક વાત કહી. અહમદે ફરિયાદમાં કહ્યુ કે આ ટ્વીટ દ્વારા સ્પંદનાએ મોદીની વિરૂદ્ધ નફરત ભડકાવાનું કામ કર્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



