અદિસઅબાબા,તા.૨૧
ઈથોપિયાનાં પ્રધાનમંત્રી અબી અહમદએ એક ફંડ રેજર રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું અને એમાં ઘણા ધનકુબેરોએ સહાય તેમજ હાજરી આપી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પાર્ટીમાં ભાગ લેવા માટે એક માણસને ૧ કરોડ અને સાડા ૨૧ લાખ રૂપિયા આપવા પડ્યાં હતાં. તેમજ આ રાત્રિ ભોજનમાં જેટલું ફંડ ભેગું થશે એ ઈથોપિયાની રાજધાની અદિસ અબાબાનાં સૌદર્યીકરણ કરવામાં વાપરવામાં આવશે.
તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટ પ્રમાણે શહેરમાં પાર્ક, સાઈકલ માર્ગ, નદી કિનારે ચાલવા માટે રસ્તો, ઝાડ ઉગાડવા, ખેતી કરવી જેવો વિકાસ કરવામાં આવશે. આ પ્રોજેકટ પર એક બિલિયન ડોલર એટલે કે ૧૦૦ કરોડ રૂપિયાનો ખરચો થથે એવું અનુમાન છે. જો કે હજુ તે સામે નથી આવ્યું કે આ પાર્ટીમાં કેટલા લોકો ડિનર માટે આવ્યાં હતા.
ઈથોપિયા દેશની વસતી ૧૦ કરોડ છે. દુનિયાના સૌથી ગબીબ દેશોમાં આ દેશ સામેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



