સુરત,તા.૩
વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા કરવામાં આવી છે. વારંવાર વિદેશોમાં ગુજરાતીની હત્યા હવે ચિંતાનો વિષય બન્યો છે. આ વખતે મૂળ સુરતના નાની નરોલીનો એક યુવાન ભોગ બન્યો છે. તેની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરી દેવાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સુરતના નાની નરોલી ગામના સાજીદ સિદાત નામના યુવાનની દક્ષિણ આફ્રિકાના જાનિસબર્ગમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. તે છેલ્લા ૧૦ વર્ષથી જાનીસબર્ગના લેન્સિયા વિસ્તારમાં રહેતો હતો.
સજીદ સીદાત જાનીસબર્ગમાં સીગરેટની ફેક્ટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. લૂંટારુ દ્વારા સાજીદની કાર આતરી ૭૦ લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી. અને લૂંટ કર્યા બાદ સાજીદ ઉપર ત્રણ વાર ફાયરિંગ કરવામાં આવ્યું. જેને લઈ સાજીદને પેટ, ગળાના ભાગે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે. સાજીદ સીદાતનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


