દલિત યુવક પર અત્યાચાર, જાનવરની જેમ રસ્તા પર ચાલવા કરાયો મજબૂર

0
84

જૂનાગઢ,તા.૩
રાજ્યમાં દલિતો પર અત્યાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે. આ વખતે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે એક દલિત યુવક પર કારખાનેદારે અત્યાચાર કર્યો છે. દલિત યુવકને માર મારીને તેના રસ્તા પર જાનવરની જેમ ચાલવા મજબૂર કરવામાં આવ્યો હતો. આ મામલે કારખાનેદાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે રીક્ષા ચલાવતા દલિત યુવક મુકેશ રાઠોડને કારખાનેદારે કારખાનામાં કામ કરતી યુવતીની છેડતી કર્યાનો આરોપ લગાવી માર માર્યો હતો. બાદમાં તેને ગામના રસ્તા પર પશુની જેમ ચાર પગે ચાલવા મજબૂર કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કારખાનાના માલિક કૌશિક પટેલ અને તરુણ પટેલ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે.
ફરિયાદ પ્રમાણે સાબલપુર ચોકડી પાસે આવેલા કારખાનાના માલિક કૌશિક અને તરુણ પટેલે માર મારવાની સાથે સાથે મુકેશ રાઠોડને તેની જાતિને લઈને અપશબ્દો કહ્યા હતા. દલિત યુવકને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ડીવાએસપી રાણાએ તપાસ શરૂ કરી છે.
વીડિયોમાં જાઈ શકાય છે કે દલિત યુવક મુકેશ ચાર પગલે રસ્તા પર ચાલી રહ્યો છે. આ દરમિયાન કારખાનેદાર દ્વારા તેને લાતો પણ મારવામાં આવી રહી છે. તેની બાજુમાં ચાલી રહેલા લોકોના હાથમાં લાકડીનો દંડો જાવા મળી રહ્યો છે. વીડિયોમાં અમુક મહિલાઓ અને પુરુષો એવું કહી રહ્યા છે કે આ યુવક છેલ્લા ઘણા સમયથી એક દલિત યુવકની છેડતી કરી રહ્યો હતો. વીડિયોમાં કેટલિક મહિલાઓ યુવકને વધારે નહીં મારવાની પણ વિનંતી કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY