અફવાઓથી જ અખબાર વેચાય છે, તેની પર ધ્યાન નથી આપતી

0
7

વાશિંગ્ટન,તા.૧૩
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કથિત અફેર પર તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પે પહેલીવાર પોતાની વાત રજૂ કરી છે. તેઓએ કહ્યું કે તેઓ ટ્રમ્પને પ્રેમ કરે છે અને તેમની પાસે વિચારવા માટે અફવાઓને બદલે બીજી પણ મહત્વપૂર્ણ બાબતો છે. તેઓએ મીડિયા પર નિશાન સાધતા કહ્યું કે આવી અફવાઓના કારણે અખબાર અને મૅગઝીન વેચાય છે. મૂળે, ટ્રમ્પ પર બે મહિલાઓ તેમની પર શારીરિક સંબંધ રાખવાનો આરોપ લગાવી ચૂકી છે.
મેલાનિયા ગત સપ્તાહે આફ્રિકા પ્રવાસે ગયા હતા. તેઓ ત્યાંથી બુધવારે પરત ફર્યા છે. ત્યાં અમેરિકન મીડિયા ચેનલ એબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું, “મને ખબર છે કે મીડિયાને અમારા લગ્ન વિશે અંદાજ લગાવવો અને ચર્ચા કરવી પસંદ છે. છેવટે આ અફવાઓને કારણે અખબાર મૅગઝીન વેચાય છે. પરંતુ શું કરીએ, આપણે આવી જ દુનિયામાં રહીએ છીએ.
મેલાનિયાએ કહ્યું કે તેમના પતિ પર લાગેલા બેવફાઈના આરોપોથી તેમને કોઈ ફરક નથી પડતો. તેઓએ કહ્યું, હું એક માતા અને અમેરિકાની પ્રથમ મહિલા છું. એટલા માટે મારું ધ્યાન આ બધી વાતો પર નથી હોતું. મને ખબર છે કે વાસ્તવિક્તા શું છે. કઈ વાતો સાચી છે અને કઈ ખોટી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY