સાંડેસરા ગ્રુપની કંપની સ્ટીલિંગ બાયટેકની તપાસના સકંજામાં યુપીએસ સરકારના અધિકારીઓ!!

0
11

ન્યુ દિલ્હી,તા.૧૩
બેન્ક કૌભાંડ અને મનિ લોન્ડરિંંગ કેસમાં ફસાયેલા સાંડેસરા ગ્રુપની કંપની સ્ટ‹લગ બાયટેકની તપાસના સંકજામાં યુપીએ સરકારના અધિકારીઓ પણ આવી શકે એમ છે. મની લોન્ડરિંંગના કેસમાં તપાસ કરી રહી રહેલી એજન્સી, એ સમયના સરકારી અધિકારીઓ અને બેન્કના અધિકારીઓએ કૌભાંડમાં સહાયતા કરી હોવાની શંકાઓને ખગોળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૨માં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા “વિલફુલ ડિફોલ્ટર” તરીકે જાહેર કર્યા પછી પણ સાંડેસરા ગ્રુપે વિદેશોમાંથી ૮૦ મિલિયન ડોલર (આશરે ૫૮૯ કરોડ રૂપિયા) એકત્રિત કર્યા હતા. આ મામલે તપાસ સમિતિને શંકા હતી કે ડિફોલ્ટર જાહેર થયા પછી સરકારી અધિકારીઓની મદદ વગર આટલી મોટી રકમ એકત્ર કરવી સંભવ નથી.
કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ હેઠળ યુપીએ સરકારના શાસનકાળમાં ૨૦૧૨-૧૪ની વચ્ચે સ્ટ‹લગ બાયોટેક અલગ-અલગ બેન્કો પાસેથી ૫૦૦૦ કરોડ રૂપિયાની લોન લીધી હતી, જે પાછળથી નોન પર્ફોમિન્ગ એસેસ્ટ (NPA)માં ફેરવાઇ ગઇ હતી. એજન્સીઓ આ મામલે ૪૭૦૦ કરોડની સંપત્તિઓ જપ્ત કરી હતી.
સ્ટ‹લગ બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર નિતિન સાંડેસરા ૫૦૦૦ કરોડ રૂપિયાના બેન્ક કૌભાંડમાં વોન્ટેડ છે. જેની શોધખોળ સીબીઆઇ અને ઇડી કરી રહી છે. સૂત્રો મુજબ સાંડેસરા પરિવાર નાઇજીરિયા પલાયન થઇ ચુકવ્યો છે, જ્યાં તેમણે ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં મોટી રકમનું રોકાણ કર્યું છે.
ઇડીના સૂત્રો પ્રમાણે હાલમાં એજન્સી સાંડેસરા પરિવાર વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. એજન્સીએ આ મામલે પુરાવા મેળવી લીધા છે કે કેવી રીતે સાંડેસરા ગ્રુપે ભારત અને વિદેશોમાં ઊભી કરેલી કંપનીઓ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY