ઉમેશ યાદવે છ વિકેટ ઝડપી શ્રીનાથના ૧૯ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી

0
8

હૈદરાબાદ,તા.૧૩
ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વેસ્ટઇન્ડિઝના બેટ્‌સમેનોને ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવના કહેરથી બે-ચાર થવું પડ્યું. આ ઝડપી બોલરે પોતાના કરિયરની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરતા ૮૮ રન આપીને ૬ વિકેટ હાંસલ કર્યા. ઉમેશના શાનદાર પ્રદર્શનનાં કારણે વેસ્ટઇન્ડિઝની ટીમ ૩૧૧ રન જ બનાવી શકી.
ઉમેશે ન માત્ર પોતાના કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ પરંતુ પૂર્વ બોલર જવાગલ શ્રીનાથના ૧૯ વર્ષ જૂના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી. ઉમેશ શ્રીનાથ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ઘરેલુ જમીન પર ૬ વિકેટ લેનાર માત્ર બીજા ખેલાડી બન્યો. જવાગલ શ્રીનાથે વર્ષ ૧૯૯૯માં ન્યૂઝિલેન્ડ વિરૂદ્ધ મોહાલીમાં ૨૭ રન આપી છ વિકેટો ઝડપી હતી. હવે ઉમેશે આ કારનામું કરી તેની બરાબરી કરી લીધી છે.
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઉમેશને ત્રણ વિકેટો મળી હતી. પરંતુ બીજા દિવસે આ બોલરે જબરદસ્ત બોલિંગ કરતા બાકીની ત્રણ વિકેટો પણ પોતાના ખાતામાં નાંખી દીધી. દિવસની શરૂઆતમાં યાદવે પ્રથમ ઓવરમાં જ દેવેંન્દ્ર બિશૂને બોલ્ડ કર્યો. તેના પછી રોસ્ટન ચેજ (૧૦૬)ને આઉટ કરી યાદવે ભારતને સૌથી મોટી વિકેટ અપાવી.
આગલી બોલ પર શેનન ગેબ્રિયલને આઉટ કરી ઉમેશે મેહમાન ટીમની ઇનિંગને સમેટી નાંખી. આમ તો ટેસ્ટ ક્રિકેટમાં ઉમેશ યાદવની આ બીજી પાંચ વિકેટ હોલ છે, આ પહેલા તેણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ તેના જ આંગણામાં ૫ વિકેટ લીધી હતી. યાદવ વેસ્ટઇન્ડિઝ વિરૂદ્ધ ઘરેલુ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ હોલ લેનાર છટ્ઠો ભારતીય બોલર છે.
ઉમેશે પોતાનો પહેલો પાંચ વિકેટનો હોલ વર્ષ ૨૦૧૨માં લીધો હતો અને તેના પછી તેમનો પહેલો પંજા વર્ષ ૨૦૧૮માં આવ્યો. આ દરમિયાન તેણે ૬૮ ઇનિંગમાં બોલિંગ કરી. ઇનિંગના હિસાબે બે ૫ વિકેટ હોલ માટે તેણએ કોઇ પણ ભારતીય બોલર કરતા વધું ઇનિંગ રમ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY