સ્વાતંત્ર્ય પર્વના શાનદાર આયોજન અંગે બેઠક મળી
આહવા, તા. ૨૩
ડાંગ જિલ્લા કક્ષા સ્વાતંત્ર્ય પર્વ ૧૫ મી ઓગષ્ટ ની ઉજવણી સુબીર તાલુકાના સુબીર ગામે યોજાશે. તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આહવા તાલુકાના ડોન ગામે અને વઘઈ તાલુકામાં સાકરપાતળ ગામે ઉજવવાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી ના આયોજન અંગે તા.૨૦/૦૭/૨૦૧૯ ના રોજ જિલ્લા સેવા સદન ખાતે મળેલી બેઠક માં માર્ગદર્શન આપતા કલેકટરશ્રી એન.કે.ડામોરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની ૧૫૦ જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં ધામધૂમથી થનાર છે ત્યારે આપણાં જિલ્લામાં સ્વચ્છતા અભિયાન થકી તમામ જાહેર સ્થળો,ગ્રામપંચાયતો, સરકારી ઈમારતો સ્વચ્છ બને તે માટે સબંધિત અધિકારીશ્રીઓએ જોવાનું રહેશે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દરેક કચેરીઓ સ્વચ્છ બને તેમજ રોશની શણગાર થાય તેવા પ્રયાસો કરવા.
પ્રાંત અધિકારીશ્રી કાજલ ગામીત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે જિલ્લાના નોડલ અધિકારી તરીકે ફરજ બજાવશે. મહાનુભાવો માટે આમંત્રણ પત્રિકા,સ્ટેજ-મંડપ સહિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા,પ્રભાતફેરી, કાર્યક્રમના સુચારૂ આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા અમલીકરણ અધિકારીઓની સમિતિ બનાવી ફરજ સોîપણી કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયા,પોલીસ વડાશ્રી શ્વેતા શ્રીમાળી,નાયબ વન સંરક્ષકશ્રી અગનૈશ્વરવ્યાસ,નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોર,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.ડી.અસારી, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.બી.ચૌધરી, પંચાયત-સ્ટેટ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર સર્વશ્રી જી.એ.પટેલ,જે.કે.પટેલ સહિત તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


