તા.૧૮’મી મેના રોજ સવારથી રાત સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે
સુરત, તા.૮
ભગવાન ગૌતમ બુદ્ધની ૨૫૬૩મી જન્મ જયંતીના ત્રિપાવન વૈશાખી બુદ્ધ પુનમ તા.૧૮-૫-૨૦૧૯ શનિવારના રોજ સાર્વજનિક ભવ્ય ઉજવણી તેમજ ભન્તે પ્રશિલ રત્ન સંઘકાયા ફાઉન્ડેશનના પ્રયત્નથી થાઈલેન્ડથી વિશ્વ વંદનીય લોર્ડ બુદ્ધની પંચશીલ ધાતુની મૂર્તિ દાનમાં મળેલ હોઈ તેની સ્થાપના બપોરે ૧૨.૧૫ કલાકે ઉપરોક્ત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આયોજન કર્યુ છે. તા.૧૮મી’મેના રોજ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે સવારે ૮.૦૦ કલાકે રિંગરોડ સ્થિત ડ\. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ વિધિ કરી ત્યાંથી ફુલોથી શણગારેલ વાહનમાં તથાગત ભગવાન બુદ્ધની પ્રતિમાની શોભાયાત્રા સવારે ૯.૦૦ કલાકે પ્રસ્થાન થશે.
વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર, શાંતિનગર, નિલગીરી, લીંબાયત સુરત ખાતે બપોરે ૧૨.૧૫ કલાકે મૂર્તિની સ્થાપના થશે. બપોરે ૧.૩૦ કલાકથી સાંજે ૪.૦૦ કલાક સુધી ખીરદાન અને ભોજન દાન કાર્યક્રમ બાદ સાંજે ૪.૩૦ કલાકે વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર, શાંતિનગર, નિલગીરી, લીંબાયત સુરત ખાતે પ્રબોધન કાર્યક્રમ તેમજ લોકકવી વામનદાદા કર્ડક એકતા કલામંચ ધમ્મ વિજય ગાયન પાર્ટી સુરત અને અંધજન કલાવંત ગાયન પાર્ટી, અકોલા, મહારાષ્ટ્ર દ્વારા બુદ્ધ ભીમ ગીતોનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




