અમદાવાદ,તા.૪
અમદાવાદમાં પીએસઆઈ દેવેન્દ્ર સિંહ રાઠોડના આપઘાત મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાતા પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કર્યા ત્યારે ફરિયાદ થતા જ આરોપી ડીવાયએસપી એન.પી પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અમદાવાદના સોલા વિસ્તારમાં પીએસઆઈ દેવેન્દ્ર સિંહના આપઘાત મામલે પરિવારના દબાણ બાદ પોલીસે મોડેમોડી ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદ દાખલ થયા પછી શુકવારે પરિવારજનો એ દેવેન્દ્રનો મૃતદેહ સ્વીકરવા તૈયાર થયા હતા ત્યારે મૃતદેહ સ્વીકાર્યા બાદ તેને ઘરે લઈ જવાતા પરિવારમાં આક્રંદ હતો અને વાતાવરણ ગમગીની ભર્યું બની ગયું હતું. ત્યારબાદ નિવાસ સ્થાને થી વાડજ સ્મશાન ગૃહ ખાતે અંતિમ વિધિ કરવામાં આવી. આ અંતિમ યાત્રામાં દેવેન્દ્ર સિંહના ટ્રેનિગ દરમ્યાનના સાથીદાર પીએસઆઈ મિત્રો પણ અંતિમવિધિમાં જાડાયા હતાં. આ સાથે અન્ય પોલીસકર્મીઓ પણ આ અંતિમવિધિમાં જાડાયા હતાં.
નોંધનીય છે કે હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરી લીધી છે, પરંતુ સવાલ એ છે કે આરોપી ડીવાયએસપી એન.પી પટેલને કિયારે ધરપકડ થાય છે તે જાવું રહ્યુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



