૧૦ લાખની ઓનલાઈન ઠગાઈમાં નાઈઝિરીયન યુવક સહિત બેની ધરપકડ

0
5

અમદાવાદ,તા.૧
મણિનગર નાગરિક સહકારી બેંકના સબ મેમ્બરનો બેંક એકાઉન્ટ હેક કરીને એક વ્યકિતએ ૧૦ લાખની ઠગાઈ કરી હતી. પૈસા બેંકમાંથી ઉપાડે તે પહેલા જ પોલીસે દિલ્હીથી નાઈઝીરિયન યુવક સાથે અન્ય બે શખ્સની ધરપકડ કરી છે. સાથે જ ઓનલાઈન ફ્રોડ કરતી નાઈઝિરીયન ગેંગનો સોફ્ટ ટાર્ગેટ ગુજરાત હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. આવા ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા ઓનલાઈન ફ્રોડમાં નાઇઝીરિયન ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગના ગુજરાતના વેપારીઓ અને લોકોને નાઇઝીરિયન ગેંગ ટાર્ગેટ બનાવે છે જેને લઈ હવે સાયબર વધુ સક્રિય બની છે.
દેશવ્યાપી ઓનલાઈન ફ્રોડના કૌભાંડમાં નાઈઝીરીયન ગેંગની ગુના આચરવાની પદ્ધતિઓની જાણ માટે એક પ્રેઝન્ટેશન બનાવવામાં આવ્યું છે. જેમાં કઈ કઈ પદ્ધતિથી તેઓ ગુના આચરે છે તેની તમામ માહિતી તેઓએ એકઠી કરી છે. ઓનલાઈન ફ્રોડમાં નાઇઝીરિયન ગેંગ સક્રિય છે. ભારતના હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ, દિલ્હી, નોઇડા અને ગોવા જેવા શહેરોમાં પણ ગેંગ સક્રિય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY