શોપિયાંમાં આતંકીઓએ બેરહેમી પૂર્વક મહિલાની હત્યા કરી

0
6

શોપિયા,તા.૧
જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ શુક્રવારે હચમચાવી નાખે તેવું કૃત્ય કર્યું છે. અહીં આતંકીઓએ ૨૫ વર્ષની એક મહિલાનું અપહરણ કર્યું અને ત્યાર પછી તેની બેરહેમીથી હત્યા કરી નાખવામાં આવી. જમ્મુ કાશ્મીર પોલીસને આ મહિલાની ગોળીઓથી વીંધાયેલી લાશ મળી આવી છે. પોલીસ દ્વારા એવી પણ જાણકારી આપવામાં આવી છે કે આતંકીઓએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મહિલાની લાશ શોપિયાંના સુગાન ગામમાં મળી આવી છે.
ગુરુવારે છેલ્લી વાર લોકોએ મહિલાને જાઈ હતી. આ મહિલા પુલવામાં ડાંગેરપોરા ગામની રહેવાસી હતી. પોલીસે કેસ નોંધી લીધો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિત મહિલા માર્યા ગયેલા આતંકી જીનલ-ઉલ-ઇસ્લામની સંબંધી હતી. આતંકીઓ દ્વારા જે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેના સાફ દેખાઈ રહ્યું છે કે મહિલા આતંકીઓ સામે દયાની આજીજી કરી રહી છે. આ મહિલાનું નામ ઇશરત મુનીર જણાવવામાં આવી રહ્યું છે. વીડિયો ૧૦ સેકન્ડનો છે અને મહિલાને તેમાં માફી માંગતા જાઈ શકાય છે. અત્યારસુધી આ વાતની માહિતી નથી મળી શકી કે આતંકીઓએ તેની હત્યા કેમ કરી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓને પકડવા માટે છાપામારી કરવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY