પીએમ કિશાન સન્માનનિધિનો લાભ લેવા અમદાવાદમાથી ૧ લાખ ખેડૂતોએ ફોર્મ ભર્યા

0
4

અમદાવાદ,તા.૨૧
પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના અંતર્ગત ખેડૂતોને કેન્દ્ર સરકાર મારફત વાર્ષિક રૂ. ૬૦૦૦/- આપવાનું આયોજન છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં હાલમાં ૧ લાખ ૧૦ હજાર ખેડૂતોના ઓનલાઇન ફોર્મ ભરાયા છે.
આ યોજના હજુ પણ ચાલુ હોઇ બાકી રહેતા તમામ ખેડૂત કુટુંબોએ પોતાના ૮(અ), બેંક ખાતાની વિગત અને આધાર કાર્ડ લઇ ગ્રામ પંચાયતના તલાટીઓનો સંપર્ક કરવો. ખેડૂત કુટુંબોમાં પતિ-પત્નિ તથા ૧૮ વર્ષથી નાના બાળકોનો સમાવેશ થાય છે.
જે ખેડૂતોને બે હેક્ટર જમીનથી ઓછા ખાતાની અંદર જેટલા ભાગીદાર હોય તેમના તમામ કુટુંબોને લાભ મળવાપાત્ર છે. એટલે કે, કુટુંબ દીઠ ૨ હેક્ટરથી ઓછી જમીન ભાગમાં આવતી હોય તેવા તમામ ખેડૂત કુટુંબોને આ લાભ મળવાપાત્ર છે.
જેમ કે, ખાતામાં ૫ હેક્ટર જમીન હોય અને તેમાં ત્રણ ભાઇઓની ભાગીદારી હોય તો, ખરેખર આ ત્રણ કુટુંબ ગણાય. (આમ, આ ત્રણેય ભાઇઓ પણ લાભ લઇ શકે છે) વડાપ્રધાને તા. ૨૪-૦૨-૨૦૧૯ના રોજ ગોરખપુર, ઉત્તરપ્રદેશથી પ્રથમ હપ્તાના લાભાર્થીઓને લાભ આપવાની શરૂઆત કરાવશે. એ સાથે જ આ યોજનામાં ગુજરાતના જાડાનાર ખેડૂતોને પણ લાભ મળતો થઇ જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY