અમદાવાદ,તા.૧૩
૧૯ દિવસથી ઉપવાસ પર ઉતરેલા પાટીદાર આગેવાના હાર્દિક પટેલે આખરે પારણા કરી લીધા છે. હાર્દિકના આ નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે.એક વર્ગ એવો પણ છે જેણે હાર્દિકના ૧૯ દિવસના ઉપવાસ આંદોલનની ટીકા પણ કરવા માંડી છે.બીજી તરફ હવે હાર્દિક પટેલ નેચરોપેથીની સારવાર લેવા માટે બેંગ્લોર જવાનો છે.
મળતી પ્રમાણે તે બેંગ્લોરના એક ફાઈવ સ્ટાર નેચરોથેરાપી સેન્ટરમાં સારવાર લેશે.આ સ્થળે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સારવાર લેવા માટે જતા હોય છે.
સારવાર લધા બાદ ફરી તે પાટીદારોને અનામત અને દેવા માફી જેવા મુદ્દાઓને લઈને સરકાર સામે આંદોલન શરુ કરશે.
ઉલ્લેખનીય છે કે આ રિસોર્ટમાં નેચરોપેથીની સારવાર દરમિયાન કોઈ પણ પ્રકારની એલોપેથી દવાનો ઉપયોગ નથી કરાતો.કુદરતી વસ્તુઓના ઉપયોગથી સારવાર કરવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




