અમદાવાદ,તા.૨૬
અમદાવાદની બે ટ્રેનમાં આગામી સપ્તાહથી ઓનબોર્ડ શોપિંગની સુવિધા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડતી ડબલ ડેકર કર્ણાવતી એક્સપ્રેસ આમ બે ટ્રેનોમાં ત્રણ મહિનાના પ્રાયોગિક ધોરણે ફેસિલિટી શરૂ કરવામાં આવશે. હવે મુસાફરોને ચાલુટ્રેને પોતાની મનગમતી અને જરૂરિયાત તમામ નાની-મોટી વસ્તુઓથી લઈ દવા, રમકડા અને સ્ટેશનરી સહિત વિવિધ વસ્તુઓ મળી જશે.
ઓનબોર્ડ શોપિંગ સુવિધા અંગે અમદાવાદ પશ્ચિમ રેલવેના ડીઆરએમએ જણાવ્યું હતું કે, ચાલુટ્રેને ઓનબોર્ડ સુવિધાનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જે આવતા સપ્તાહથી બે ટ્રેનમાં શરૂ કરાશે. ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પાસેથી એમઆરપી પ્રમાણે કિંમત વસુલ કરવામાં આવશે. અને કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લેવામાં નહીં આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



