અમદાવાદ,તા.૧૬
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પછાત વર્ગ આયોગે મરાઠાઓને ૧૬ ટકા અનામત આપવાની ભલામણ કરી છે.આયોગે આ સદર્ભમાં પોતાનો અહેવાલ સરકારને સોંપી દીધો છે.જાકે એ પછી અપેક્ષા પ્રમાણે ગુજરાતમાં પણ પાટીદાર સમાજે અનામત માટે માંગણી શરુ કરી દીધી છે.
અનામત આંદોન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ગુજરાત સરકારને સવાલ પૂછ્યો છે કે જા કેન્દ્રમાં, મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં મહારાષ્ટ્રની સરકાર હોય અને મહારાષ્ટ્ટ્ર સરકાર માટે મરાઠાઓને અનામત આપવાનુ શક્ય હોય તો ગુજરાત સરકાર માટે કેમ પાટીદારોને અનામત આપવી બંધારણીય રીતે શકય નથી.
હાર્દિકે માંગણી કરી છે કે જા ગુજરાત સરકાર પાટીદાર સમાજનો સર્વે નહી કરાવે તો આગામી દિવસોમાં અનામત આંદોલન વધારે ઉગ્ર બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પછાત આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રાજ્યમાં ૩૦ ટકા વસ્તી મરાઠાઓની છે.તેમને સરકાર નોકરીમાં અનામતની જરુર છે.છેલ્લા કેટલાક સમયથી મરાઠા સમાજ અનામતની માંગ સાથે મહારાષ્ટ્રમાંદેખાવો કરી રહ્યો હતો.
જાકે તેની સાથે સાથે આયોગે કહ્યું છે કે અનમત આપવાના કારણે ઓબીસી ક્વોટામાં કોઈ ફેરફાર કરવામાં ના આવે.જેનો અર્થ એ થયો કે જા આ ભલામણ સરકાર મંજુર કરે છે તો તમામ કેટેગરીમાં મળીને રાજ્યમાં ૬૮ ટકા અનામત થશે.હાલમાં ૫૨ ટકા અનામત પહેલેથી લાગુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





