બૉસ મારી પત્નીને ખરાબ કામ કરવા ગેસ્ટહાઉસ લઇ જાય છે : યુવાને આત્મહત્યા કરી

0
13

અમદાવાદ,તા.૪
શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક વ્યક્તિએ સુસાઈડનો વીડિયો ઉતારીને આપઘાત કરી લીધો હતો. વીડિયોમાં તેણે તેની પત્ની, તેના બોસ, સાસુ-સસરા અને અન્ય એક વ્યક્તિ સામે સજા અપાવવા માટે કહ્યું છે. સાથે જ તેમાં તેની પત્નીને લોન અપાવ્યા બાદ બોસ ખરાબ કામ કરવા માટે ગેસ્ટ હાઉસમાં લઈ જાય છે તેમ જણાવ્યું હતું. પોલીસે આ મામલે મૃતકના વીડિયોના આધારે પાંચેય વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોમતીપુરની એક ચાલીમાં રહી ગારમેન્ટની ફેક્ટરીમાં સિલાઈ કામ કરતા ડાહ્યાભાઈ નીતિનના દસ વર્ષ પહેલા અમરાઈવાડીની યુવતી સાથે લગ્ન થયા હતા. જેમાં તેને એક સંતાન છે અને તે ધોરણ-૮માં અભ્યાસ કરે છે. જ્યારે તેની પત્ની અજીત મિલ ચાર રસ્તા નજીક ગારમેન્ટની એક ફેક્ટરીમાં નોકરી કરતી હતી પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં તે ત્રણેક દિવસ પહેલા પિયર જતી રહી છે.
પત્ની પિયર જતા રહેતા ગઈકાલે તેણે સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જો કે, આ પહેલા તેણે સુસાઈડ વીડિયો બનાવ્યો હતો. જેને તેના મોત પહેલા તેની બહેનને મોકલી દીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY