છોટાઉદેપુરમાં આભ ફાટયું, ક્વાંટમાં બે કલાકમાં ૭ ઇંચ વરસાદ

0
26

છોટાઉદેપુર,તા.૪
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના મેઘરાજાએ ધમરોળ્યો છે. સવારે ૬.૦૦ વાગ્યાથી ૮.૦૦ વાગ્યા સુધી નોંધાયેલા આંકડા મુજબ જિલ્લામાં ૭ ઇંચ વરસાદ પડયો છે.
ભારે વરસાદ પડવાના કારણે ક્વાંટની કરા નદી ગાંડીતૂર થઈ છે. નદીના પાણી કિનારાના ઘરોમાં ઘૂસતા લોકો મુસબીતમાં મૂકાયા છે. છોટાઉદેપુરમાં હેરણ અને ઢાઢર નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી દરિયાના મોજાની જેમ ઉછળતા જોવા મળ્યા હતા.
સતત વરસી રહેલા વરસાદના પગલે સંખેડા તાલુકાનું કન્ટેશ્વર ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. એક યુવાન કાંસમાં ડૂબ્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ ડૂબી રહેલા યુવાનને બચાવી લીધો હતો.
ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા સહિતના અધિકારીઓ કવાંટ દોડી ગયા હતા. અને વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY