જમ્મુ-કાશ્મીર જવા ગુજરાતી પ્રવાસીઓમાં બમણો વધારો..!!, ૨૫ ટકા ખર્ચ ઘટશે

0
331

અમદાવાદ,તા.૬
ગુજરાતીઓ વિશ્વના ખૂણે ખૂણે વસેલા છે અને તમામ ફરવાલાયક સ્થળે પણ અચૂક ગુજરાતી જોવા મળે છે. તેમજ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જતા પ્રવાસીઓમાં પણ ગુજરાતીઓ સૌથી વધુ હોય છે. અમરનાથ યાત્રા ટૂંકાવીને પાછા આવેલા ગુજરાતીઓ હવે દિવાળીમાં લાંબુ વેકેશન માણવા જમ્મુ-કાશ્મીર જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ અંગે ટુર ઓપરેટર પણ કહી રહ્યા છે કે ગઇકાલથી અત્યાર સુધીમાં દિવાળીની રજાઓમાં કાશ્મીર જવા માટેના અંદાજે ૫૦ જેટલા ફોન આવી ચૂક્યા છે. આર્ટિકલ ૩૭૦ હટતા હવે ગુજરાતથી કાશ્મીર જતા પ્રવાસી દીઠ ૨૫ ટકા જેટલો ખર્ચ ઘટી શકે છે. આગામી સમયમાં ગુજરાતીઓ દ્વારા ત્યાં હોટલ શરૂ કરવામાં આવે કે સ્થાનિક ટુર ઓપરેટરો વચ્ચે પણ સ્પર્ધા વધે તો ત્યાંના સ્થાનિકોની મનમાની ઘટે અને તેનો ગુજરાતી પ્રવાસીઓને લાભ મળી શકે છે. ગુજરાતી પ્રવાસીઓમાં બમણો વધારો થવાની શક્યતા છે.
અમદાવાદમાં જમ્મુ-કાશ્મીર પ્રવાસનું આયોજન કરતા ચિરાગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે જણાવ્યું હતું કે, અમે દર વર્ષે જમ્મુ-કાશ્મીરની ટુર પ્લાન કરીએ છીએ, આ વખતે અમરનાથ યાત્રા અધ વચ્ચે અટકી જતા પ્રવાસીઓ પાછા આવી ગયા છે. આ પ્રવાસીઓમાંના મોટા ભાગના પ્રવાસીઓ અમારો સંપર્ક કરી હવે દિવાળીમાં જમ્મુ-કાશ્મીર જવા અંગે પૂછપરછ કરી રહ્યા છે. સામાન્ય રીતે કાલથી અમારા પર ૫૦થી વધુ ફોન આવ્યા છે. જેઓ દર વખતે અમારી સાથે અલગ અલગ જગ્યાએ પ્રવાસ કરે છે. પરંતુ આ વખતે બધા જમ્મુ-કાશ્મીર અને લેહ- લદ્દાખ અંગે ઈક્નવાયરી કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY