રાજ્ય સરકારે બનાવેલા પવિત્ર યાત્રાધામ બોર્ડ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન

0
8

અમદાવાદ,તા.૧૦
રાજ્ય સરકારે બનાવેલા પવિત્ર યાત્રાધામ બોર્ડ સામે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. રાજ્યસરકારે ધાર્મિક સ્થળોના વિકાસ માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ બનાવ્યું છે. જે યાત્રાધામ હેઠળ કરોડો રૂપિયાની ફાળવણી કરી યાત્રાધામોનો વિકાસ કરાય છે. આ અંગે આજે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં પવિત્ર યાત્રાધામ બોર્ડે સમાવિષ્ટ કરેલા ધાર્મિક સ્થાનો માત્ર એક ધર્મના હોવાની હાઇકોર્ટમાં રજૂઆત કરાઈ છે. બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી અયોગ્ય હોવાની રજૂઆત પણ આ પિટિશનમાં કરાઈ છે.
સરકારે જા યાત્રાધામોના વિકાસ જ કરવો હોય તો તમામ ધર્મના યાત્રાધામોનો પણ વિકાસ કરવાની જવાબદારી પણ સરકારની હોવાનો અરજદારે દાવો કર્યો છે. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માંગ્યો છે અને ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
ગુજરાતમાં આ વર્ષે બજેટમાં મોઢેરાને સૌર ઊર્જા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ૨૨ કરોડની જાગવાઇ કરવામાં આવી છે. આ સિવાય સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ. ૨૮૧ કરોડ, મોઢેરા સૂર્યમંદિરના વિકાસ માટે ૨૨ કરોડ, સાબરમતી આશ્રમમાં લાઈટ સાઉન્ડ શો માટે ૨૦ કરોડ, યાત્રાધામ વિકાસમાં પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે ૨૮ કરોડ અને આઠ યાત્રાધામના વિકાસ માટે ૧૫ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ સિવાય પ્રાચીન ગિરનારના તૂટેલાં અને જિર્ણ થઈ ગયેલા દસ હજાર જેટલા પગથિયાંના રિપેરીંગ માટે ૨૦ કરોડ જેટલી મોટી રકમ ફાળવી દેવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY